આઈ નીડ ચેઇન્જ. પલ્લવી જીતેન્દ્ર
મિસ્ત્રી.
દ્રશ્ય-૧:
‘રીતેષ, આમ સાવ એકલો એકલો અને
ઉદાસ કેમ બેઠો છે, બેટા?’
‘મોમ, આઈ એમ ફીલીંગ વેરી
લોન્લી.’
‘ફીલીંગ લોન્લી ? વાય ? હું ધારું છું
ત્યાં સુધી તો વોટ્સ એપ તારા ઘણા દોસ્ત છે, ને ? આઈ થીન્ક સો એક જેટલા, કે કદાચ એથી પણ
વધારે, એમ આઈ રાઈટ માય સન ?’
‘યેસ મોમ, મોર ધેન હંડ્રેડ.
વોટ્સ એપ પર મારા હન્ડ્રેડ એન્ડ ફોર્ટી ફ્રેંડ્સ છે.’
‘તો એમાનો કે એમાની એક
પણ ફ્રેંડ ઓનલાઈન નથી જેની સાથે ચેટ કરી શકાય ?’
‘મોમ, ટુ અવર્સથી હું એ
લોકોની સાથે ચેટીંગ જ કરતો હતો,
બટ નાવ આઈ એમ ફેડઅપ વીથ ધેમ, વાત કરવાનો કંટાળો
આવે છે હવે.’
‘અચ્છા ! તો ફેસબુક કેમ
ઓપન નથી કરતો ? ત્યાં તો તારા
ઈંડીયન અને નોન ઈંડીયન ઘણા ફ્રેંડ્સ છે ને ? એમની સાથે વાત કર, એમણે શેર કરેલી પોસ્ટ જો, એનાથી તને ચેઇન્જ મળશે.’
‘મમ્મી, વોટ્સ એપ ની સાથે
સાથે ફેસબુક પણ ચાલુ જ હતું. ત્યાં પણ ઓલમોસ્ટ બધી જ પોસ્ટ જોઈ લીધી, બધા સાથે વાતો કરી લીધી. પણ એક ના એક
ફોર્વર્ડ્સ અને એક ની એક પોસ્ટ, હવે બધું બોરિંગ લાગે છે.’
‘તો V See, Viber, Hang outs …વગેરે પર જા, કોઈ તો દોસ્ત મળી
જ જશે.’
‘રોજ રોજ ત્યાં પણ
કોણ નવરું હોય વાત કરવા ? ને બધે જ બધા એના
એ જ ફ્રેંડ્સ અને એની એ જ વાતો તો હોય છે.’
‘તો યાહુ મેસેન્જરમા
જા.’
‘મોમ, મેં તો.. ઈવન યાહુ મેસેન્જર પર પણ વાત કરી લીધી,
નથીંગ ન્યુ ધેર.’
‘અચ્છા ! તો હવે તને કશુ
નવું જોઈએ છે ?’
‘હા મમ્મી, પણ મને સમજ નથી પડતી કે મારે શું કરવું ? આટલા બધા ફ્રેન્ડસ
છે તો પણ - આઈ એમ ફીલીંગ લોન્લી, મોમ.’
‘એમાં સમજવા જેવું
કંઈ નથી. મોબાઈલ અને કોમ્પ્યુટર ને બાજુ
પર રાખીને તારે સોસાયટીમાં ભેગા થયેલા તારા દોસ્તોને રૂબરૂ મળવાની જરૂર છે. જઈને એમને
મળ, સ્માઈલ આપ, શેકહેંડ્સ કર, તાળી આપીને વાત કર, હગ કર, સાથે ચા કોફી પીઓ, નાસ્તો કરો, ગપ સપ કરો, આઉટ ડોર ગેમ્સ રમો, પછી જો તારી આ ‘આઈ એમ ફીલીંગ વેરી
લોન્લી’ અદ્રશ્ય થઈ જાય છે કે નહીં.’
‘ઇઝ ઇટ સો, મોમ ? ચાલ હું ટ્રાય
કરું. જોઊં તો ખરો કે અત્યારે મને મળવા માટે મશીનની બહાર એટલે કે સોસાયટીમાં કોઈ નવરું એટલે
કે
ફ્રી છે કે કેમ.’
દ્રશ્ય-૨:
મોના (પત્ની) : તું આમ તૈયાર થઈને ક્યાં જાય છે, મનિષ ?
મનિષ (પતિ) : લાઈટ બીલ ભરવા.
‘કેમ, લેપટોપ નથી ચાલતું
? ઇન્ટરનેટ કનેક્શન નથી લાગતું ?’
‘બધું ચાલે છે, બધું ઓકે છે.’
‘તો પણ તારે લાઈટબીલ ભરવા બહાર જવું છે ? આવા ભર તડકામાં, ખાડા ખોદી નાંખેલા રસ્તા પર, ચાલતા કે સ્કુટર
લઈને જતાં તને કંટાળો નહીં આવશે ?
ત્યાં લાઈનમાં ઊભા રહેલા લોકોના પરસેવાની ગંધ પ્રત્યે તને અણગમો નહીં આવે ? તારો ટાઈમ વેસ્ટ
નહીં થાય ? કાયમ તો તારી જ
આવી બધી ફરિયાદોને કારણે તું લાઈટ્બીલ, ટેલિફોન બીલ, પ્રોપર્ટી ટેક્ષ, મેન્ટેનન્સ બીલ વગેરે બધું ઓનલાઈન ભરતો હોય છે, અને આજે હવે કેમ
આમ બીલ ભરવા બહાર જવું છે ? સાચું કહે, તું કોઈને મળવા તો
નથી જતો ને ?’
‘સાચુ કહું તો હું કોઈને મળવા જ જાઉં છું. બહાર જઈશ તો બે ચાર નવા ચહેરા જોવા મળશે. કોઈ
સાથે રૂબરુ બે ચાર વાતો થશે, તો જરા સારું
લાગશે. આ ઘરમાં ને ઘરમાં રહીને મોબાઈલ, ટી.વી., વી સી આર, રેડિયો, લેપટોપ વગેરે મશીનોની સાથે કામ કરી કરીને બોર થઈ
ગયો છું. સાચું કહું તો - આઈ નીડ ચેન્જ.’
‘એટલે જ અમે લેડિઝ લોકો કીટી પાર્ટી રાખીએ, ઘરની બહાર ઓટલા પરિષદ ભરીએ, એક
બીજા સાથે વાટકી વહેવાર કરીએ, લારી પર શાક લેવાને બહાને મળીએ, અને ઘણીવાર મોલમાં કે
નાની દુકાનોમાં શોપીંગ કરવા જઇએ. દુકાનદાર સાથે વાતચીત થાય, ભાવતાલ કરીએ તો
જરા સારું લાગે, કુછ સમજે જનાબ ?’
‘જી બિલકુલ, સમજે ઔર બહુત કુછ સમજે. તમારે એ રીતે ‘એક પંથ દો કાજ’ થાય,
કામ નું કામ થાય અને સાથે સાથે મળવાનું પણ થાય, ખરું ને ?’
‘હા, એટલે જ તો અમારે લોકોને તમારી
જેમ કહેવું નથી પડતું કે – આઈ નીડ ચેન્જ.’
‘અચ્છા ? ઠીક છે, તો પછી કેરાલાની ટુર કેન્સલ કરૂ ને ?’
‘અરે ના, ના. આઈ નીડ ચેન્જ, આઈ ઓલ્સો નીડ ચેન્જ.’
No comments:
Post a Comment