એક સીંગતેલ કે ડીબ્બેકા સવાલ હૈ માઈ. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
ભિખારી: કુછ દે દે માઈ.
બબલી: ટમાટર ખાઓ.
ભિખારી: ટમાટર સૌ રૂપિયા કિલો હો
ગયે હૈ, કૈસે ખાયે? અલ્લા કે નામ પે કુછ દે દે માઈ.
બબલી: ટમાટર ખાઓ.
ભિખારી: (ગુસ્સે થઈને) પગલા ગઈ હૈ ક્યા? અચ્છા ચલ, તેરે પાસ ટમાટર હૈ તો
વહી દે દે.
બબલીની મા : આપ જાઓ બાબા, યે તોતલી હૈ, બોલ રહી હૈ, કમાકર ખાઓ.
હાલમાં ટામેટાના ભાવ અચાનક આસમાને પહોંચી ગયા પછી, એના પરના અનેક જોક પ્રચલિત થયા .’હલવાઈઓ હલવા ઉપર હવે બદામના બદલે ટામેટાની કતરણ લગાવશે’,
‘ટામેટા ભરેલી ટ્રક પર ત્રાટક્યા ધાડપાડુઓ’, ‘ફ્રીઝ માંથી કાજુ –બદામ જે ખાવું હોય
તે ખાજે, પણ ખબરદાર, ટામેટાને હાથ પણ ન
લગાવીશ’
થોડા સમય પહેલા ડુંગળીના ભાવોએ
ગ્રાહકોની આંખમાં પાણી લાવી દીધા હતા. ત્યારે ડુંગળીના પર જોક્સ પ્રચલિત થયા હતા. ‘ખોટું ન
બોલીશ કે તું ગરીબ છે, કાલે જ મેં તારી વાઈફને ૨ કિલો ડુંગળી ખરીદતા જોઈ છે.’ ‘તું
હારે તો તારે કાંદાના ભજીયા ખવડાવવાના, બોલ છે શરત મંજુર?’ મિત્રો, આપણા પર પણ કોઈ
જોક કરે તો ખરાબ ન લગાડવું, સમજવું કે – ‘આપણા ભાવો ઊંચા છે.’
વર્ષો પહેલાની, ૧૯૯૮ ના સાલની આ
વાત છે. દિવાળીના તહેવારોમાં જ સીંગતેલની અછત સર્જાઈ હતી, ભાવો આસમાને પંહોચી ગયા
હતા. મોમાગ્યા દામ આપવા છતાં સીંગતેલ માર્કેટમાં ઉપલબ્ધ નહોતું. એ જ અરસામાં
મીતાનો સ્વયંવર યોજાયો હતો. એક થી ચઢીયાતા એક એવા અનેક મુરતિયાઓ પધાર્યા હતા. કોઈ
કાપડબજારના કિંગ ગણાતા વેપારીનો પુત્ર હતો, તો કોઈ લોખંડબજારના રાજા ગણાતા
વેપારીનો પુત્ર હતો,કોઈ ઇલેક્ટ્રોનિક સ્ટોરના માલિકનો પુત્ર હતો, તો કોઈ
રેલ્વેપ્રધાનનો બગડેલો બેટો હતો.
કોઈ પલભરમાં ટ્રેનની ટીકીટ લાવી આપવાની વાત કરતુ હતું, તો કોઈ હીટ
ફિલ્મની ફર્સ્ટ શોની ટીકીટ લાવી આપવાનું વચન આપતું હતું, કોઈ હીરાનો સેટ વસાવી આપવાની
વાત કરતુ હતું, તો કોઈ ફોરેન ટુરના સપના દેખાડતું હતું. આ સુપુત્રો એક પછી એક
પોતાની લાયકાત સ્વમુખે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ બધાની વાત સાંભળી
લીધા પછી મીતાએ પોતાની પસંદગી ઢોળી અજય ઉપર.
આ જાણીને સૌકોઈ આશ્ચર્ય ચકિત થઇ ગયા. ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ
તૈલી ?’ ક્યા ભણેલી ગણેલી રૂડી રૂપાળી સ્માર્ટ મીતા અને ક્યાં કાળો કદરૂપો નોન
મેટ્રિક થયેલો મૂઢ એવો અજય ! હશે, ‘રાણીને ગમ્યો તે રાજા, બીજા બધા વગાડે વાજા’ લગ્ન
રંગેચંગે પતી ગયા.
મીતાની ખાસ ફ્રેન્ડ દીપાએ એક દિવસ એને પૂછી લીધું, ‘મીતુ, આ નેગેટીવ –
કલર જાય તો પૈસા પાછા એવા ડીફેકટીવ તાકાને
પસંદ કરવાનું કારણ ?’ મીતાએ કહ્યું, ‘યાર, હું કંઈ મૂરખ થોડી જ છું, તે એમ વગર
વિચારે પરણું?’ (બધા જ પરણનારા શરૂઆતમાં આમ જ કહેતા હોય છે, ને પછી પાંચ વર્ષ બાદ
કહે છે, ‘હું મૂરખ તે તને પરણી / પરણ્યો..)
‘અજયે મને વચન આપ્યું છે કે એ મને સીંગતેલની ક્યારેય અછત નહીં પડવા દે. એટલું જ
નહીં, લગ્નની પ્રથમ ભેટ તરીકે એણે મને ડબલ ફિલ્ટર સીંગતેલના ત્રણ ડબ્બા ઓલરેડી આપી
દીધા છે.’ મીતા હસીને બોલી.
પહેલાની છોકરીઓ પાણીમાં પ્રતિબિંબ જોઇને માછલીની આંખ વીંધનારને કે શિવ
ધનુષ્ય તોડનારને પરણતી, હવેની છોકરીઓ લાઈન
વીંધીને સીંગતેલના ડબ્બા લાવી આપનારને પરણે છે. એ અરસામાં ઓઇલમિલ માલિકના દીકરા
દીકરીઓની કીમત લગ્ન બજારમાં વધી ગઈ હતી. ’અમારી દીકરી સુખી છે, કાયમ સીંગતેલ ખાઈ
શકે એવા સધ્ધર કુટુંબમાં પરણાવી છે’ એમ માબાપ ગર્વથી કહેતા. ‘કપાસિયાનું તેલ’ ખાનાર કુટુંબમાં દીકરીઓ જવા રાજી નહોતી.
‘શક્તિમાન’ કે ‘મિસ્ટર ઇન્ડીયા’ ની જેમ ૧૯૯૮ મા તો બજારમાંથી સીંગતેલના ડબ્બા જ અદ્રશ્ય થઇ ગયા
હતા. ‘ક્યાં ગયા ‘? તો કહે ‘નિકાસ થઇ ગયા’
‘ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને
આટો ?’ આ કહેવત આના પરથી જ પડી હશે ? નેતાઓ કહે, ‘નિકાસ દ્વારા થતી અઢળક કમાણીથી દેશની આર્થિક સ્થિતિ
સુધરે છે.’ સીંગતેલ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે, જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. આપણે
સીંગતેલ ઓછું જ ખાવું જોઈએ, શક્ય હોય તો ન ખાવું જોઈએ. આપણું આરોગ્ય સુધરે અને દેશની(??)
આર્થિક સ્થિતિ સુધરે એના જેવું રૂડું
બીજું શું ?
શેઠ: પણ આમ અચાનક પગાર વધારો માંગવાનું કારણ ?
નોકર: શેઠજી, મારાં છોકરાઓ કાલે પાડોશીને ત્યાં તેલમાં વઘારેલું શાક ખાઈ
આવ્યા, હવે જીદ કરે છે કે એવું જ શાક રોજ ખાઈશું.
આ તો થોડા વર્ષો પહેલાની વાત છે, પણ થોડા વર્ષો બાદ આપણા છોકરાના છોકરા
પુછાતા હશે, ‘દાદા, દાદા. અમને સિંગતેલના ડબ્બાની વાર્તા કહોને.’ દાદા એમને
ફોટામાંના સીંગતેલનો ડબ્બો બતાવીને કહેશે, ‘જુઓ, છોકરાઓ, અમારા પરદાદાઓ આવા સીંગતેલમાં તળેલા ભજીયા ખાતા.’ પછી દાદાએ ‘ભજીયા શું ? તે સમજાવવું પડશે.
ભિખારી: સો રૂપિયા દે દે માઈ, એક સીંગતેલકે ડિબ્બેકા સવાલ હૈ.
હું: સો રૂપિયામાં સીંગતેલનો ડબ્બો ? ક્યાં મળે છે ?
ભિખારી: દોહજાર જમા કિયા હૈ, સિર્ફ સો રૂપિયા કમ હૈ, દે દે માઈ. એક
સીંગતેલ કે ડીબ્બેકા સવાલ હૈ.
No comments:
Post a Comment