સોરી, આપ કે લિયે હમ કુછ નહિ કર શકતે.
પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
આજકાલ રાજકારણ મા અસામાજિક તત્વો જે રીતે બહુમતીથી ચૂંટાઈ આવે છે, અને
નેતા બની જાય છે, એ જોતાં મેં નીચે આલેખેલો કિસ્સો ભવિષ્યમાં સાચો બને તો નવાઈ
પામવા જેવું નથી.
થોડા વર્ષો પહેલાં ભરૂચ શહેરની એક સ્કુલમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતા એક
વિધાર્થીએ જીલ્લા કલેકટર પાસે ‘ખિસ્સા
કાતરવાનું’ લાયસન્સ માગ્યું છે. ‘ખિસ્સા કાતારવાની કળા’ એવા પ્રકારનો કોઈ વિષય
બારમાં ધોરણમાં ભણાવવામાં નહિ જ આવતો હોય, એની મને ખાતરી છે. છતાં ‘પેટીયું રળવા
માટે આ વ્યવસાય પણ ખોટો નહિ’ એવો વિચાર આ
કિશોરને આવ્યો, એ વાત જ બતાવે છે કે એનો બુદ્ધિઆંક સામાન્ય કિશોર કરતાં ઘણો ઉંચો
છે.
આવા તો કઈ કેટલાય ‘ઉટપટાંગ’ વિચારો આપણને પણ આવતા જ હોય છે, પણ આપણે ફક્ત
વિચાર કરીને અટકી જઈએ છીએ. પણ આ કિશોર ફક્ત વિચાર કરીને અટક્યો નહિ, એણે એ બાબતે કલેકટરને
પત્ર લખ્યો. એ વાત જ બતાવે છે કે એ કિશોર ઉધમી પણ છે. જે રીતે પત્ર લખીને એણે
કલેકટર પાસે ‘ખિસ્સા કતારવાનું’ લાઈસન્સ માંગ્યું એ પરથી લાગે છે કે એ કિશોર
હિંમતવાન પણ છે.
ધારો કે પત્ર વાંચીને આ સંદર્ભમાં કલેકટર એ કિશોર ને મળવા બોલાવે છે...
-ગુડ મોર્નીગ, સર.
-કોણ?
-હું કિશોર.
-બોલો, કેમ આવવું થયું? શું કામ છે?
-સર, મેં તમને એક અરજી મોકલી હતી.
-શાની અરજી?
-‘ખિસ્સા કાતરવાનું લાયસન્સ’
માટેની.
-અમે કોઈને એવું લાયસન્સ હજી સુધી આપ્યું નથી.
-તો હવેથી આપો, સર.
-પણ તને એવું લાયસન્સ લેવાનો વિચાર આવ્યો શી રીતે?
-હિન્દી ફિલ્મો જોઇને, સર.
-ઠીક, પણ તારે એવું લાયસન્સ શા માટે જોઈએ છે?
-રોજી રોટી મેળવવા માટે, સર.
-એ માટે તારી પાસે બીજા કોઈ સારા રસ્તા નથી?
-સર, આજકાલ ગ્રેજ્યુએટ થયેલા ને નોકરી મળતી નથી, તો મને બારમાં ધોરણમાં ભણતા કિશોરને કોણ જોબ આપે?
હા, મારા મૃત પિતાનું બાકી રહેલું પેન્શન જો મને મળી જાય, તો એ પૈસામાંથી નાનો
મોટો કોઈ ધંધો કરું.
-તો પેન્શન કેમ લઇ આવતો નથી?
-કોઈ આપે તો લઇ આવું ને, સર?
ભણવાનું છોડીને ઓફીસના કેટલાય ધક્કા ખાધા, ખુબ રીક્વેસ્ટ કરી, ઓફિસરના
પગમાં પડ્યો..
-તો પણ પેન્શન ન મળ્યું?
-ના, પેન્શનના બદલે ગાળો મળી. ‘પેન્શન વગર હું મારું અને મારી માનું
ગુજરાન કઈ રીતે ચલાવીશ?’ એમ પૂછ્યું તો કહ્યું, ‘ ચોરી કર, લુંટ ફાટ કર, ભીખ માંગ
કે ખિસ્સા કાતર.’
-અરરરર! ઓફિસરે આવું કહ્યું?
-આ સિવાય પણ બીજું ઘણું બધું કહ્યું. પણ એ બધું આપને જણાવીને આપનો કીમતી
સમય હું બરબાદ કરવા નથી માગતો.
-ગુડ, વેરી ગુડ. તું સમજદાર લાગે
છે.
-તો સર, આપો છો ને મને ‘ખિસ્સા કાતારવાનું’ લાયસન્સ?
-કોઈ પણ પ્રકારનું લાયસન્સ આપતા પહેલા અમે એનો ધારક એ વિષયમાં નિપુણ છે
કે નહિ, તેનો ટેસ્ટ લઈએ છીએ.
-એ માટે મેં થોડી ‘નેટ પ્રેકટીસ’ પણ કરી છે, હું ટેસ્ટ માટે તૈયાર છું.
-અચ્છા? તો બતાવ તારી કરતબ.
-સર, આપના ખિસ્સા ચેક કરો.
-હેં ! મારું પર્સ? મારું ઘડિયાળ?
-લ્યો, આ રહ્યું આપનું પર્સ અને આપની ઘડિયાળ.
તું તો જબરો નીકળ્યો, ક્યારે મારું ખિસ્સું કાતરી લીધું મને ખબર પણ ન
પડી.
-તો સર, હું પાસ ને? મને લાયસન્સ આપો છો ને?
-આપવું જ પડશે ને! સારું છે કે તું ‘ખૂન કરવા’ માટેનું લાયસન્સ લેવા નથી
આવ્યો. લે તારું લાયસન્સ.
-થેન્ક્યુ, સર.
થોડા સમય બાદ એક પોલીસ ચોકીમાં.....
-ઇન્સ્પેક્ટર સાં’બ.
-અબે પાંડુ, અંધે કઈ ઔલાદ! દિખતા નહિ ..મેં કામ કર રહા હું... તેરી
તો...(ગાળ..ગાળ)
-સા’બ, સોરી. પર ઇસ લડકેને ઇસ શેઠ કી જેબ કાટી હૈ.
- -તેરી તો..(ગાળ..) અબે સાલે, તુને યે શેઠ કી જેબ કયું કાટી?
-સર, સ્કુલની ફી ભરવાની છે, મધરની દવા લાવવાની છે.
-અચ્છા? યે શેઠ તેરા બાપ લગતા હૈ ક્યા? (ગાળ..ગાળ..)
-ગાળ ન બોલો, સર. એક તો ફાધરનું પેન્શન મળતું નથી..અને ઉપરથી...
-સાલે ગધે, તું દેખ, પેન્શન તો અબ મેં તુઝે દુંગા..(ગાળ ..) તુઝે સસુરાલ (જેલ) ભેજુન્ગા. પાંડુ, ઇસ હરામીકી
ઔલાદકો અંદર કર. દો દિન હવાલાત કી હવા
ખાયેગા તો માલુમ પડેગા..સાલા, જેબ કાટના ભૂલ જાયેગા.
-તમે એવું નહિ કરી શકો.
-હમ ક્યા કર શકતે હૈ તુઝે દેખના હૈ ક્યા, ગીધડ કી ઔલાદ.
-સર, મારી પાસે ‘ખિસ્સા કાતરવાનું’ કલેકટર સાહેબનું લાયસન્સ છે.
-હીહીહીહી..પાંડુ, યે તો સાલા કોઈ ‘ભેજાગેપ’ લગતા હૈ. ઇસે જેલ કી બજાય
પાગલખાને ભેજના પડેગા.
-હું ક્યાંય નહિ જાઉં. સર, એકવાર તમે જુઓ, મારી પાસે લાયસન્સ છે કે નહિ.
-અરે, ઇન્સ્પેક્ટર સા’બ. ઇસ કે પાસ તો સચમુચ ‘ખિસ્સા કાતરને’ કા લાયસન્સ
હૈ. કલેકટર સાં’બ કા સિક્કા ભી લાગાયલા હૈ, ઓર સહી ભી કિયેલા હૈ.
-દિખા,મુજે દિખા. ઓહ ! ઇસ કી બાત સચ હૈ પાંડુ, છોડ દે, છોડ દે, ઇસે જાને
દે.
-ઇન્સ્પેક્ટર સાહેબ, મારા પૈસા? મારું પર્સ? - શેઠ બોલ્યા.
-સોરી, આપકે લિયે હમ કુછ નહિ કર શકતે.
નવી જ વાત અને અણધાર્યો અંત એ બે આ કૃતિના મુખ્ય આકર્ષણ છે. એમાં બ્લેક હ્યુમર જે રીતે ભળે છે તે લેખને રોચક બનાવે છે.સરકારે લાયસન્સ આપવા ચાલુ કરીને આ વ્યવસાયને યોગ્ય દરજ્જો આપવો રહ્યો.
ReplyDeleteનવી જ વાત અને અણધાર્યો અંત એ બે આ કૃતિના મુખ્ય આકર્ષણ છે. એમાં બ્લેક હ્યુમર જે રીતે ભળે છે તે લેખને રોચક બનાવે છે.સરકારે લાયસન્સ આપવા ચાલુ કરીને આ વ્યવસાયને યોગ્ય દરજ્જો આપવો રહ્યો.
ReplyDeleteWah, Pallaviben....jabro Vishay shodhi kadhyo.....khissu sapyau lage chhe.....good humour and such a good satire on government/pension offices that delays the procedure in giving money to right pensioner.
ReplyDeleteHarsha
Toronto
Satire + Humor Great
ReplyDeleteNalin Mistry