અમારું શોલે ફેમિલી. પલ્લવી
જીતેંદ્ર મિસ્ત્રી.
( ભારત ભરમાં થીયેટરોમાં
ધૂમ મચાવીને જ્યારે ‘શોલે’
ફિલ્મ ટી.વી. પર
પણ ધૂમ મચાવી રહી હતી તે ૧૯૯૬ ના સમયની આ વાત છે)
-બહુત
મલાઈ હૈ ઈસ બોર્નવીટા મેં, અમ્મીજાન. યે બોર્નવીટા વાપસ લઈ
લે.
મારા
દિકરા સાકેતે બોર્નવીટાનો ગ્લાસ મને પાછો આપતાં કહ્યું.
-સાકુ, આજકાલ તારા નખરાં બહુ
વધી ગયાં છે. ઘરમાં તારા સિવાય બોર્નવીટા કોઈ પીતું નથી. હવે આ બોર્નવીટાનું હું
શું કરીશ?
-તુ
ઇસમેં સે મલાઈ નીકાલ કર મુજે ગ્લાસ વાપસ દે દે, માં કસમ અમ્મીજાન,
મેં તેરા યે સારા બોર્નવીટા પી જાઉંગા.
-હં, ધર્મેદ્રનો અવતાર ન
જોયો હોય તો ! વારંવાર નાટક કરે છે.
અમારો
વાર્તાલાપ સાંભળી રહેલી અમારી કામવાળી સીતાએ મને ધીમેથી પૂછ્યું,
-બુન, બાબ્ભાઈ
(બાબાભાઈ-સાકેત) પર કોઈ સાયા (છાયા) પડી હોય ઈમ લાગે સે.
-હા
સીતા, તારી
વાત સાચી છે. અત્યારે એના પર ફિલ્મ ‘શોલે’ ના ધર્મેંદ્ર (વીરુ) ની છાયા પડી
છે. ક્યારેક એનામાં અમજદખાન (ગબ્બરસીંગ) નો આત્મા પ્રવેશી જાય છે. ક્યારેક એનામાં અમિતાભ (જય) તો ક્યારેક
સંજીવકુમાર (ઠાકુરસા’બ) નું ભૂત પ્રવેશે છે. અરે ! ક્યારેક
તો હેમામાલિની (બસંતી) પણ એનામાં પ્રવેશે છે.
-હેં
?પણ આ બધું
થીયું કેમ કરીને? એણે ચિંતાથી પૂછ્યું.
-જ્યારથી
ટી.વી. ચેનલવાળાઓ એ ચેનલ પર ફિલ્મ ‘શોલે’ બતાવવા માંડી છે,
ત્યારથી સાકેતનામાં સલીમ-જાવેદ આવવા માંડ્યા છે.
-એ
ભાઈ કુણ વળી?
-કોણ
સલીમ-જાવેદ? એ તો ‘શોલે’ ફિલ્મના ફેમસ
ડાયલોગ રાઈટર. શું સુપર્બ ડાયલોગ લખ્યા છે એમણે આ ફિલ્મમાં. આજેય લોકોની જીભ પર એ
ડાયલોગ્સ રમી રહ્યાં છે.
-હં, સાયા લાગે સે તો બહુ
ભારી. અમારે ગામડે ઈક ચમત્કારી બાબા આઈવા સે. ભલભલાં ભૂતને ઈ ચપટી વગાડતામાં ભગાડે
સે. બાબ્ભાઈને ઈમને દેખાડવું સે?
-એ
પછી વિચારીશું. હમણા તું જા. તારું કામ પતાવ નહીં તો તને મોડું થઈ જશે.
જ્યારથી
ટી.વી.
ચેનલ પર ‘શોલે’ બતાવવા માંડ્યું છે, ત્યારથી અમારા ઘરનું વાતાવરણ ‘શોલેમય’ બની ગયું છે. અમે બે જણ પતિ-પત્ની અને અમારાં બે બાળકો જીગર અને સાકેત, ચારે જણ જાણે અમદાવાદનાં જોધપુર ગામમાં નહીં, પણ
ઠાકુરસા’બના રામગઢ ગામમાંરહેતાં હોઈએ એમ લાગે છે.
-સાકેત, આ વખતની ટેસ્ટમાં તારા
કેટલા માર્ક્સ આવ્યા? મેં પૂછ્યું.
-હિંદીમાં
સાઠ,
ઈંગ્લીશમાં ચાલીશ, બી.એ. માં પચાસ.
-કેમ
આટલા ઓછા માર્ક્સ? તારા ટીચરને કહેવું પડશે કે તને આખું વર્ષ બરાબર ભણાવે.
-મેરે
સ્કુલકે કીસી ભી ટીચરમેં ઇતના દમ નહીં, જો સાકેતકો તીનસો પૈંસઠ દિન પઢા શકે, અન્ડરસ્ટેંડ
મોમ?
-બુન, બાબ્ભાઈ હું કે સે? સીતાએ પૂછ્યું.
-સીતા, તેં ગબ્બરસીંગનો આ
ડાયલોગ સાંભળ્યો છે? ‘દુનિયાકી કિસી ભી
જેલકી દિવાર ઈતની પક્કી નહીં હૈ, જો ગબ્બરકો બીસ બરસ તક કૈદમેં રખ શકે.’
-બઈરું
મને તો કંઇ હમજાતું જ નથ. તમારું આ ડા..ડા..ડાય..
-ડાયલોગ.
સીતા. કંઈ વાંધો નહીં. તું જા, કપડાં ધોઈ નાંખ.
-કિતને
સવાલ થે તેરે પેપરમેં સાકેત? એક્ઝામ આપીને આવેલા સાકેતને એના પપ્પા જીતુએ પૂછ્યું.
-સાત, સરદાર. સોરી પપ્પા, સાત
સવાલ.
-હં
સવાલ થે સાત, ઔર તૂને લીખે કીતને?
-પૂરે
તીઈઈ..ન પાપા.
-સવાલ
થે સાત, ઔર
તૂને લીખે તીન. ફિર ભી વાપસ આ ગયા? ક્યા સોચકર આયા? પાપા ખુશ હોંગે? શાબાશી દેંગે? અરે એય પલ્લવી, કૈસા ઔર કિતના નામ હૈ એજ્યુકેશન
ફિલ્ડમેં હમાર?
-બહુત
બડા નામ હૈ સી..એ. ફિલ્ડમેં આપકા, સરદાર. મેં કહ્યું.
-સુના? ઔર વો ઇસ લીયે કી
પચાસ- પચાસ કોસ દૂર તક જબ કોઈ બચ્ચા એકાઉન્ટ્સમેં ફેલ હોતા હૈ તો ઉસકી માં કહેતી
હૈ, ‘ બેટે,
અચ્છે માર્ક્સ લાને હો તો જીતુ અંકલસે પઢ, વરના ફેલ હી ફેલ
હોતા રહેગા. ઔર આજ તૂને હમાર પૂરા નામ મિટ્ટીમેં મિલાઈ દિયા. ઐસી બેકાર માર્કશીટ
લેકર આ ગયા. અરે એઈ જીગર, બતા તો કિતની રોટીયાં હૈ ઉસ ડિબ્બે કે અંદર?
-પૂરી
પંદ્રહ,
પાપા. જીગરે કહ્યું.
-સાકુ, આજ તુઝે ઇસમેં સે એક
રોટી ભી નહીં મિલેગી. જીતુએ કહ્યું
-સાકુ, આજ અગર તુઝે પાપાસે
કોઈ બચા શકતા હૈ તો વો સિર્ફ એક હી આદમી, આઈમીન એક હી ઔરત હૈ, મમ્મી. જીગરેકહ્યું.
-આજ મૈં કિસીકી ભી સુનને વાલા નહીં હું. જીતુએ કહ્યું.
-અબ તેરા ક્યા હોગા, સાકા? જીગરે કહ્યું.
-મૈને આપકા નમક ખાયા હૈ પાપા, સાકેતે કહ્યું.
-અચ્છા? ફિર ઠીક હૈ, લે અબ રોટી ખા. જીતુએ કહ્યું.
-અરે ! તું તો બચ ગયા, સામ્ભા. જીગરે કહ્યું.
-જો ડર ગયા વો મર ગયા, હે હે હે હે. સાકેતે કહ્યું.
સીતાએ પોતું મારતાં મારતાં જોયું કે આ તો ફક્ત બાબ્ભાઈમાં
જ નહીં, પણ
ઘરનાં તમામ સભ્યોમાં ‘શોલે’ ના
પાત્રોના ભૂત પ્રવેશવા માંડ્યા છે. પછી તો એ પણ ખુબ એ રસપૂર્વક અમારા ડાયલોગ
સાંભળતી. ટી.વી. પર ‘શોલે’ ફિલ્મ ચાલતી
હોય ત્યારે તમામ કામ બાજુ પર મૂકી ખુબ ધ્યાનથી એ જોતી અને સાંભળતી. એટલું જ નહીં, ‘શોલે’ જોવા એના ઘરવાળાને
કહીને ક્યાંકથી સેકન્ડ હેન્ડ ટી.વી. પણ પોતાના ઘરે વસાવી લીધું
અને અમને એના ગોળ ધાણા પણ ખવડાવ્યા.
સાકેતને લખવાની પ્રેકટિસ થાય એટલા માટે મેં એકવાર એને
હિંદીનું પેપર લખવા બેસાડ્યો. એણે અધવચ્ચેથી ઉઠીને ટેપરેકોર્ડર પર કેસેટ મૂકીને
ચાલુ કરી.
‘કેસેટ બંધ કર અને ધ્યાનથી પેપર લખ, સાકેત’
-મમ્મી, જબ તક યે ટેપરેકોર્ડરમેં કેસેટ બજેગી તબ તક સાકેત કી પેન પેપર પર ચલેગી.
જબ યે કેસેટ રુકેગી, સાકેતકી પેન રુકેગી.
-મમ્મી, તુ યે સામ્ભાકી બાતમેં મત આના. જીગરે કહ્યું.
-માં કસમ જીગર, મૈં તેરા ખૂન પી જાઉંગા. સાકેતે કહ્યું.
-ધર્મેંદ્ર જેવી ‘ડ્રેક્યુલાગીરી’ન દેખાડ, સાકા.
પાણી પીવાના તો ઠેકાણા નથી અને ભાઈસાહેબને ખૂન પીવા છે.
જો આ એક મસ્ત જોક સાંભળ:
એક મુસાફર જંગલમાંથી પસાર થતો હતો, ત્યાં સામે એને સિંહ
મળ્યો. સિંહે એને કહ્યું, ‘અબે એય, ઊભો રહે મારે તારું લોહી પીવું છે.’ મુસાફરે કહ્યું, ‘મહારાજ, તમે બીજા કોઈ જનાવર નું
લોહી કેમ પીતાં નથી? મારુ લોહી તો ઠંડુ છે.’ સિંહે શાંતિથી કહ્યું, ‘આજે
મારે કોલ્ડ્રિંક પીવું છે.’
જીગરે જોક પૂરો કર્યો.
-હે હે હે. કંઈ હસવું ના આવ્યું. સાકેતે કહ્યું.
-અચ્છા? તેરા નામ ક્યા હૈ સાકેત?
-મુઝે યું તો ફિઝુલ કી બાતેં કરનેકી આદત તો હૈ નહીં, પર ક્યું કી તૂમને
પૂછા હૈ તો મૈં બતાઈ દેતા હૂં, કિ મેરા નામ સાકેત હૈ.
-અચ્છા? પહેલી બાર સુના. જીગરે કહ્યું.
-જીગર- સાકેત, જમવા ચાલો. મેં રસોડામાંથી બૂમ પાડી.
-આજે સબ્જી શું બનાવી છે, મમ્મી?
જીગરેપૂછ્યું.
-તારા ફેવરીટ મગ બનાવ્યા છે, બેટા.
-તુમ્હારી સબ્જીકી કસમ ખાકર કહેતા હૂં અમ્મીજાન, એક એક મૂંગકો ચુનચુન કર
ખા જાઉંગા. મૈં આ રહા હું. સકેતે કહ્યું.
-મમ્મી, આ સામ્ભો બધા મગ ઝાપટી જાય તે પહેલાં મારા માટે થોડા જુદા કાઢી રાખજે, હું પ્રણવને આ બુક આપીને હમણાં આવું છું. જીગરે કહ્યું.
-અગર કિસીને મેરે મૂંગ પે હાથ ડાલનેકી કોશિશ કિ તો મૈં ઉસે
ભૂનકર રખ દૂંગા.
-ભૂનકર બાદમેં રખના, સાકેત. પહેલાં પાણીની આ બોટલ ભરીને ફ્રીઝમાં મૂકી દે.
-એ કામ મારું નથી, મમ્મી.એ તો છોકરીઓનું એટલે કે તારું કામ છે.
-હું જો છોકરી થઈને કાર ડ્રાઈવ કરી શકું, તો તું છોકરો થઈને
પાણી કેમ ન ભરી શકે?
-પોઈંટ ટુ બી નોટેડ મિ. લૉર્ડ. જબ ધન્નો ઘોડી હોકર ટાંગા
ખીચ શકતી હૈ, બસંતી લડકી હોકર ટાંગા ચલા શકતી હૈ તો સાકેત લડકા હોકર પાની ક્યું નહીં
ભર શકતા? માં, મૈં અભી પાની ભર દેતા હું.
બહુત પ્યારી બાતેં કરતા હૈ રે તૂ સાકેત. જીગરે કહ્યું.
-ઔર બહુત સારી બાતેં ભી કરતા હૈ, તુ ક્યારે સુધરશે
સાકેત? મેં કહ્યું.
-બસ, આ જગ્ગુ સુધરશે ત્યારે. હે હે.. જીગર, તું ક્યારે
સુધરશે? સાકેતે કહ્યું.
-તું ચિંતા ન કર. પપ્પા સુધરી જશે એટલે હું ય સુધરી જઈશ.
-પલ્લવી, તને લાગે છે કે તું અમને બધાંને સુધારી શકીશ? જીતુએ
હસીને પૂછ્યું.
-જુવો, તમે બધાં એક જોક સાંભળો:
પતિ: (પત્નીને) ઊંહ! આવા જંગલી કૂતરાને તું કંઈ શીખવાડી
શકીશ એવું તને કેમ લાગે છે?
પત્ની: કેમ, મેં તમને પણ તો કેટલું બધું શીખવાડ્યું જ છે ને?
-ગુડ જોક. લેકિન હમ અંગ્રેજકે જમાને કે જેલર હૈ. હમ નહીં
સુધરેંગે.
-ભલે, પણ તમે ત્રણે હવે બહાર જાઓ તો મહેરબાની. મારે રસોડું સાફ કરવાનું છે.
-એય, ચલો સિપાઈઓ, આધે દાંઈને જાઓ,
આધે બાંઈને જાઓ, બાકીકે મેરે પીછે આઓ- એક દો તીન એક- સાકેતે કહ્યું.
-સાકેત, એક્ઝામને હવે એક વીક જ રહ્યું છે. તેં મને વાયદો કર્યો હતો, વાંચવા બેસ.
-મમ્મી, યે વાદા અગર જીગરને કીયા હોતા તો મૈં જરૂર તોડ દેતા. પર ક્યું કિ યે વાદા
મૈને કિયા હૈ તો મૈં પઢને બૈઠતા હૂં. મૈં હિંદી પઢું, માં?
-હિંદીની ટેક્સ્ટબુક વાંચ, સાકેત. એમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાય છે.
-હિંદીકી કિતાબ નહીં ગાઈડ પઢી જાતી હૈ, વહી કાફી હૈ, અમ્મીજાન.
-ઓ.કે. તું હવે ચુપચાપ વાંચ. મરે પણ આ મેગેઝીનનો આર્ટિકલ
વાંચવો છે.
-મમ્મી, તું મને ચોકલેટ આપવાની હતી.
-મને આ આર્ટિકલ વાંચી લેવા દે, પછી આપું.
-ક્યા આજ તેરા મેગેઝીન પઢના મુજે ચોકલેટ દેનેસે ભી જ્યાદા ઇમ્પોર્ટંટ
હો ગયા? કિ
આજ તેરે દિલમેં અપને બેટે કે લિયે વો પ્યાર નહીં રહા,
અમ્મીજાન?
-ચાલ હવે, શોલે ના વીરુનું નાટક બંધ કર, વાંચવા દે સાકુ.
-મુઝે ચોકલેટ દે દે માં, વરના મૈં સુસાઈડ કરુંગા. ઈસ સ્ટુલસે કૂદકર
મૈં અપની જાન દે દૂંગા.
-અબે એ ય નૌટંકી! તારું નાટક બંધ કર. મોમ, તું ફિકર મત કર.
આરામસે આર્ટિકલ પઢ લે. જબ ઉસકે સર સે વીરુકા ભૂત ઉતરેગા તબ યે ભી સ્ટુલસે નીચે ઉતર
આયેગા. જીગરે કહ્યું.
-યે શરબત કા પ્યાલા હમે દઈ દે જીગર. સાકેતે રસોડામાં જઈને
જીગરના હાથમાંથી શરબતનું ગ્લાસ ખેંચતા કહ્યું.
-નહીં.
–દઈ દે.
-નહીં.
-દઈ દે.
બન્નેની ખેંચતાણમાં ગ્લાસ છટકીને નીચે પડે છે, અને ફૂટી જાય છે.
-હે હે. ફૂટ ગયા પ્યાલા, સામ્ભા.
-બહુત શરબત થા ઇસ પ્યાલે મેં, જીગર. જબ પચાસ પચાસ
કોસ દૂર તક કોઈ બચ્ચા રોતા હૈ તો માં કહેતી હૈ, ‘બેટે ચુપ હો જા, વરના ગબ્બરસીંગ આ જાયેગા. ઔર જબ
કીચનમેં કોઈ બર્તન ફૂટતા તો મૈં કહેતા હૂં, જીગર ભાગ જા, વરના મમ્મી આ જાયેગી. હે ઇ, ભાગો, મમ્મી આવી.’
એકવાર કોઈ અજાણી કંપનીનો શિખાઉ સેલ્સમેન એક મીની ઘરઘંટીના
ડીસપ્લે માટે ઘરે આવ્યો, અને મને પૂછ્યું, ‘મેડમ, આપ કૌન સી ચક્કીકા આટા ખાતે હૈં?’ ત્યાં
ડ્રોઈંગરૂમમાં ફર્નિચર સાફ કરી રહેલી સીતાએ એને કહ્યું, ‘રામગઢ વાલે કોઈ પણ ચક્કીકા આટા ભલે ખાતા હોય, અમી
મૌલીક વીલા વાલે તો અમારે ઘર કી ચક્કી કા આટા જ ખાતા હૈ,
સમજીયા?’
હું આ સાંભળીનેબોલી ઊઠી:
‘વાહ સીતા વાહ! આજ તો તૂને
ગબ્બરસીંગ કા નામ પૂ...રા આસમાન પે ચઢાઈ દીયા !’
શોલેના ડાયલોગ જેવી ઘણી જ સરસ રજૂઆત, અભિનંદન
ReplyDeleteaatla varsho pachhi pan etlo j tazo lekh. Are o sambha...kitana lekh he is blog pe ??? __Manhar Shukla
ReplyDelete