વાઈફની કુટેવ. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
મહેશ: યાર મારી
વાઈફને એક કુટેવ છે, સવારની પહોરમાં ઉઠે તેવી એ મોબાઈલ લઈને અર્ધો કલાક
મેસેજ જોવા બેસી
જાય છે, મને બહુ ગુસ્સો આવે છે, રાત્રે સૂતી વખતે પણ એ જ હાલ હોય છે, એની આ
કુટેવથી હું ખરેખર કંટાળી ગયો છું,
રમેશ: આ તો બહુ
ખરાબ ટેવ કહેવાય, તું કંઈ કહેતો કેમ નથી ?
મહેશ: કેટલું ય
કહું છું, પણ એ સાંભળતી જ નથી, જાણે પણ પથ્થર પર પાણી.
રમેશ: અરેરે ! ભાભીજીની
આ કુટેવના લીધે તારે તો રોજ સવારમાં દૂધ ગરમ કરવું પડતું હશે, ચા બનાવવી પડતી હશે,
ખરું ને ?
- અરે ના રે, એ બંને
કામ તો એ જ કરે છે.
- તો પછી તારે
માટલું ભરવું પડતું હશે, રોટલીનો લોટ બાંધવો પડતો હશે, કૂકર મુકવું પડતું હશે.
- ના, આ બધા કામો
પણ એ જ કરે છે.
- શાક બનાવવાનું,
કચુંબર, ચટણી વગેરે બનાવવાનું કામ તું જ કરતો હોઈશ, બરાબર ?
- રાંધવાનું કોઈ
કામ હું કરતો નથી, એવું બધું મને ગમતું પણ નથી અને આવડતું પણ નથી..
- અચ્છા, તો પછી
ફર્નીચર લૂછવાનું, જાળા પાડવાનું, લાઈટ પંખા સાફ કરવાનું, ટૂંકમાં ઘરની સાફસૂફીનું કામ તું કરતો હોઈશ ?
- ના, યાર. એ બધા
કામો આપણે થોડા કરવાના હોય ? એ તો વાઈફ જ કરે ને ? અને આમ પણ મને ધૂળની એલર્જી છે.
- અચ્છા, તો પછી વોશિંગ
મશીનમાં કપડાં ધોવા મૂકવાના, અને ધોવાઈ જાય એટલે સૂકવવાના, સુકાઈ જાય એટલે ઘડી
કરીને યોગ્ય જગ્યાએ મુકવાના, એ તો તું ચોક્કસ કરતો જ હશે.
- ના, એ બધા કામ તો
વાઈફ જ કરે છે. યાર, આપણે ઓફીસ જઈએ કે આવા
બધા કામો કરવા બેસીએ ? - અચ્છા, રજાના દિવસે શાકભાજી, અનાજ, કઠોળ કે કરીયાણું
લેવા તો તું જતો જ હશે ને ?
- આમ તો વાઈફ જ જાય,
મને તો આવા બધા કામમાં કંટાળો જ આવે, પણ એ કહે તો હું સાથે જાઉં ખરો.
- વાહ! કેટલી મદદ
કરે છે તું ભાભીજીને ! બેન્કના કે બીજા
બહારના કામો તો તું જ કરતો હશે ને ?
- હા, બેન્કના કામો
ને બિલ પેમેન્ટ જે ઓનલાઈન હોય છે, તે હું જ કરું છું. અને ઘરના બીજા નાના મોટા
કામોમાં પણ હું એને મદદ કરું છું ખરો.
- જેવા કે...?
- જેવા કે - જમવા
બેસીએ ત્યારે થાળીઓ લેવી, ફ્રીઝમાંથી છાશ - ચટણી વગેરે વસ્તુઓ કાઢવી, પાણીના ગ્લાસ
ભરવા, જમ્યા પછી પાણીની બોટલ્સ ભરીને ફ્રીઝમાં મુકવી, જમ્યા પછી વધેલી ચીજો ડાઈનીગ
ટેબલ પરથી ફ્રીઝમાં મૂકવી, નાસ્તાના ડબ્બા કબાટમાં મૂકવા, ઘરમાં હોઉં ત્યારે ડોરબેલ
વાગે તો બારણું ખોલવા જવું, લાઈટ – પંખા – એસી
ચાલુ - બંધ કરવા, વાઈફ સાથે બહાર જતી વખતે ઘરનું ડોર લોક કરવું, આવીએ ત્યારે
ડોર લોક ખોલવું, વગેરે વગરે..
-ઓહોહોહો ! તું
આટલા બધા કામો કરે છે, ને ભાભીજી સવાર સાંજ મોબાઈલ જોયા કરે એ ખરેખર અન્યાય જ છે,
ઓફકોર્સ તને જ તો વળી...
No comments:
Post a Comment