Wednesday, 6 May 2015

રીટાનો અકર્મયોગ.

રીટાનો અકર્મયોગ.       પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

દશ્ય- : પતિ સાથે સંવાદ
રીટા, રીટા, મારાં કપડાં અને ટુવાલ ક્યાં છે ?’
તારી ચીજો તું જાણે, મને શું ખબર ?’
ખબર હોય તો મમ્મીને પૂછીને અથવા શોધીને મને આપ.’
તું જાતે લઈ લે. હું કંઈ તારી ગુલામ નથી.’
પણ મારી પત્ની તો છે ને ? પત્ની તરીકેની તારી ફરજ છે કે તું મને કામમાં મદદ કરે.’
તું તોઆંગળી આપે તો પહોંચો પકડેતેવો છે. એક વાર મદદ કરું તો પછી જિંદગીભર વેઠ કરાવે.’
ઘરકામને તું વેઠ ગણે છે ?’
નહીંતર બીજું શું ? તું મને અહીં કામ કરવા લાવ્યો છે ?’
ના, તને મારા માથે બેસાડીને ફેરવવા લઈ આવ્યો છું.’
હું કંઈ તારી કામવાળી નથી સમજ્યો ?’
ઘરનું કામ કર્યેથી કોઈ સ્ત્રી કામવાળી બની જતી નથી, સમજી ? મમ્મી અને મોટાં ભાભી કામ કરે છે ને ?’
કરતાં હશે, એમને એમની પૉઝિશનની પડી નથી.’
તને તો ગૃહિણી તરીકેની તારી ફરજની પણ પડી નથી.’
તું ગમે તે કહે, મને કંઈ ફરક નહીં પડે.’
પણ મને, પડે છે. કંઈક કરવું પડશે તારું.’


દશ્ય- : સાસુ સાથે સંવાદ
રીટાબેટા, તારા સસરા માટે એક કપ ચા મૂકી દે તો.’
મમ્મી, હું ટી.વી. પર પ્રોગ્રામ જોઈ રહી છું.’
ચા બનાવતાં વળી કેટલી વાર ? બનાવીને પછી ટી.વી. જો જે.’
મમ્મી, તમે ચા બનાવી આપો ને.’
હું અથાણા નાંખી રહી છું. મારા હાથ તેલવાળા છે અને તારા સસરાને જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તને ચા બનાવવા કહ્યું.’
મમ્મી, એક તો મને ચા બનાવતા આવડતી નથી અને એનીડર્ટીસ્મેલ પણ ગમતી નથી.’
તને આવ્યાને ચાર મહિના થયા. રસોઈનું તો ઠીક પણ હજી ચા બનાવતાંય શીખી.’
મમ્મી, તમે લોકો ડર્ટી-ટીપીવાનું છોડી કેમ દેતાં નથી ?’
અરે ! તને ચા બનાવવાનું કહ્યું એમાં તુ અમને ચા છોડાવવા બેઠીકાલે ઊઠીને ખાવાનું બનાવવાનું આવશે તો અમને એય છોડી દેવાનું કહેશે ?’
અફકોર્સ ! હું કંઈ તમારીરસોઈયણનથી.’
તું શું છે નથી સમજાતું. બસ, એટલું સમજાય છે કે તારી સાથેજીભ બાળવી તે કરતાં જાત બાળવી સારી.’

દશ્ય : નણંદ સાથે સંવાદ
રીટાભાભી, મારા વાળમાં ગજરો પરોવી આપો ને.’
મને ટાઈમ નથી.’
અરે વાહ ! પલંગ પર લેટીને મૅગેઝીન તો વાંચી રહ્યાં છો. પ્લીઝ, ભાભી, પરોવી દો ને.’
જુઓ, શીનાબેન, હું કંઈ તમારીહેરડ્રેસરનથી કે તમારા વાળમાં ગજરા પરોવતી ફરું. એકચ્યુઅલી, મને આવાં બધાં કામ ગમતાં નથી.’
તમને તો કોઈ કામ ગમતું નથી. સાચું કહું ? ‘યૂ આર યુઝલેસ પર્સન ઈન ધીસ હાઉસ.’
સો વ્હોટ ? મને કંઈ ફરક પડતો નથી.’
દશ્ય- : જેઠાણી સાથે સંવાદ
રીટા, પીંકીને જરા આટલા શૂઝ પહેરાવી દે ને. હમણાં એની સ્કૂલની વાન આવી જશે.’
મને નથી આવડતું.’
શું ? શૂઝ પહેરાવતાં ?’
હા.’
ઠીક, તો મુન્નાને જરા વાર હીંચકો નાંખ. હું પીંકીને શૂઝ પહેરાવી દઉં.’
ભાભી, હું કંઈ તમારાં બાળકોની આયા કે નોકર નથી. અને મને આવાં હલકાં કામો પસંદ નથી.’
હા, તને તો આળસુની જેમ પડ્યા રહેવાનું કે પછી મહારાણીની જેમ મહાલવાનું પસંદ છે.’
તમારે તેથી શું નિસબત ? ઈર્ષ્યા આવે છે મારી ?’
ના, દયા આવે છે અમારા રોનકભાઈની. તમારા જેવી નકામી વહુ લાવ્યા તે દિથી બિચારાની રોનક ઊડી ગઈ છે.’
હંતમે તમારું સંભાળો ભાભી, અમારી પંચાત છોડો ને.’

લેટેસ્ટ ન્યૂઝ મુજબઅકર્મયોગીએવી રીટા પિયર પાછી ફરી. પિયરમાં પણઅકર્મયોગપ્રયોગથી ભાઈ-ભાભી સાથે ફાવ્યું અને પછી એકલી અલગ રહેવા ગઈ, નોકરી કરવા લાગી. નોકરીમાં અને પોતાના ઘરમાં એણે ક્યા યોગનું પાલન કર્યું તે ખબર નથી !!


1 comment:

  1. વાહ વાહ ! રીટાબેને તો જબરો રસ્તો બતાવ્યો. મજાનો લેખ.

    ReplyDelete