વિદ્યાર્થીનો
ઈન્ટરવ્યૂ. પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.
‘હલ્લો નીરવભાઈ,
ખૂબ ખૂબ અભિનંદન ! બારમા ધોરણમાં ચાર સબ્જેક્ટમાં
પાસ થવા બદલ.’
‘થેન્કયૂ’
‘તમને વિશ્વાસ હતો ખરો કે તમે ચાર સબ્જેક્ટમાં પાસ થશો ?’
‘હા મને પૂરો વિશ્વાસ હતો કે હું એટલીસ્ટ ચાર સબ્જેક્ટમાં તો પાસ થઈશ જ.’
‘તમારા આવા પ્રચંડ આત્મવિશ્વાસ પાછળનું કારણ ?’
‘આયોજન – સંપૂર્ણ અને વ્યવસ્થિત આયોજન.’
‘જરા વિગતવાર જણાવશો ?’
‘સ્યોર. મારી બર્થડે પર મેં ટીચર્સને ગ્રાન્ડ પાર્ટી આપી હતી અને પપ્પાએ એમને ‘સ્કૂટી’ જેવી ‘રીટર્ન ગિફ્ટ’ આપી હતી. પ્રિન્સિપાલને તો ‘કાયનેટીક’ પ્રેઝન્ટમાં આપેલું અને પરિણામે મને બધા પેપર્સ અગાઉથી મળી ગયેલા.’

‘વેરી ગુડ. તમે એ પ્રમાણે પ્રીપરેશન કર્યું અને…’
‘પ્રીપરેશન ? માય ફૂટ ! એવી ગધ્ધામજૂરીમાં હું માનતો જ નથી.’
‘તો પછી તમે ચાર-ચાર વિષયોમાં પાસ કઈ રીતે થયા ?’
‘મને જે કવેશ્ચન પેપર્સ મળી ગયાં હતાં, તેના મોસ્ટ એપ્રોપ્રીયેટ આન્સર્સ મારા ટ્યુશન સરોએ રાતદિવસની મહેનત બાદ શોધી કાઢ્યા.’
‘ઓહો ! અને તમે તે લર્ન કરી નાંખ્યા એમને ?’
‘નોટ એટ ઓલ ! લર્ન કરવાનું કામ મારું નહીં.’
‘તો પછી તમે….’
‘પાસ કઈ રીતે થયો એમ જ પૂછો છો ને ?’
‘હા, હા..’
‘હું કોપી કરવામાં એક્સપર્ટ છું. મારા ટ્યુશનસરોએ શોધી કાઢેલા આન્સર્સ એમણે ઝીણા પણ વાંચી શકાય એવા અક્ષરોએ કાગળની કાપલીઓ પર લખી નાંખ્યા.’
‘વેરી ઈન્ટરેસ્ટીંગ’
‘હજી સાંભળો તો ખરા. આ કાપલીઓ ક્યાં ક્યાં સંતાડવી તે એમણે મને શિખવાડ્યું. જોકે ઘણાં વર્ષોથી હું આ કામ કરતો આવ્યો છું એટલે મને જરાય અઘરું ના લાગ્યું. અને ક્યા આન્સરની કાપલી ક્યાં સંતાડી છે તે દર્શાવતી એક કાપલી બનાવી રાખીને ક્યાં સંતાડવી તેય શીખવ્યું.’
‘ઓહ ! વન્ડરફૂલ ! ’
‘ખરું કૌશલ્ય તો મારે હવે બતાવવાનું હતું. સુપરવાઈઝરની નજર ચુકાવીને કાપલી કાઢીને કોપી કરવી એ ઘણું જ ‘ટફ’ કામ છે. પણ તમે તો જાણતા જ હશો કે ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો.’ મેં મારા આયોજન મુજબ આ મુશ્કેલ કામ પણ પાર પાડ્યું.’
‘તો પછી તમે ફક્ત ચાર જ વિષયમાં પાસ કેમ થયા ?’
‘ગુડ ક્વેશ્ચન. બાકીના વિષયની પરીક્ષા વખતે પપ્પાને અચાનક બહારગામ જવાનું થતાં સુપરવાઈઝરોને ખરીદી શકાયા નહીં.’
‘વેરી સેડ !’
‘યુ નો, પપ્પાની લાગવગ પોલીસથી માંડીને પોલિટિશીયન સુધીની છે. માર્ક્સ મૂકીને પાસ કરી આપવાનો કોનો કેટલો ભાવ છે તે પપ્પા સારી રીતે જાણતા હતા. એટલે એમણે બધી ગાયોને (ખરું કહું તો આખલાઓને) એમનો ‘ચારો’ ખવડાવી જ દીધો’તો.’
‘તો પછી…’
‘સમજી ગયો. હજી તમારા મનમાં એ જ પ્રશ્ન રમે છે ને કે હું ફક્ત ચાર જ વિષયમાં પાસ કેમ થયો ?’
‘એકઝેટલી, યૂ આર વેરી ઈન્ટેલીજન્ટ’
‘થેન્કસ ફોર ધ કૉમ્પ્લીમેન્ટસ.’
‘તમે આગળ કંઈ કહો જેથી તમારા પછીના સ્ટુડન્ટસને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે.’
‘સ્યોર. મારા કેસમાં ગરબડ એવી થઈ કે પપ્પાએ ચાર સબ્જેકટમાં પેપર તપાસનારને મારો સાચો નંબર લખી આપ્યો હતો અને બાકીના ત્રણ સબ્જેક્ટમાં ભૂલથી એમણે ખોટો નંબર લખ્યો તેથી હું ફુલ્લી પાસ ના થઈ શક્યો. એટલે સ્ટુડન્ટસને મારે એ જ કહેવાનું કે પપ્પા નંબર લખીને આપે ત્યારે તમારે ચૅક કરી લેવાનો. નહીંતર મારા કેસમાં જેમ થયું તેમ બીજો કોઈ લાભ ખાટી જાય.’

‘તમારી આટલી બધી મહેનત
એળે ગઈ તે બદલ અમો દિલગીર છીએ.’
‘ચાલ્યા કરે એ તો ! બીજી વાર મહેનત ક્યાં નથી કરી શકાતી ? બીજીવાર પરીક્ષા વખતે તો પપ્પા એવી ગોઠવણ કરવાના છે, કે સુપરવાઇઝર જાતે જ આવીને મને જવાબો લખાવશે. પોસીબલ હશે તો કદાચ સુપરવાઇઝર ઘરે આવીને પેપર પણ લખાવી જશે. પપ્પા છે ત્યાં સુધી મારે શી ચિંતા ?’
‘અને તમારી મમ્મી?’
‘ડોન્ટ ટોક એબાઉટ હર. શી ઈઝ વેરી ઓર્થોડૉકસ વુમન. આખો દિવસ ‘બેટા બારમું છે, વાંચ’ કહ્યા કરે.’
‘હવે ભવિષ્યમાં તમે શું કરવા ધારો છો ?’
‘બસ, જલસા. બારમું પાસ કરી લઉં પછી કૉલેજની મસ્ત રંગીન જિંદગી અને પપ્પાનો બીઝનેસ તો છે જ.’
‘તમે બારમા ધોરણના વિદ્યાર્થીને શું ‘મેસેજ’ આપવા ધારો છો ?’
‘એ જ કે વડીલો તો કહ્યા કરે. ‘બારમું’ છે વાંચ. પણ આપણે તો આપણી રીતે જીવવું. કોઈ ટૅન્શન માથે લેવું નહીં. ભણી-ગણીને ય કોનું ભલું થયું છે તે આપણું થશે ? જીવન મોજ-મજા માટે છે તો કરો જલસા – ભણવાનો ભાર રાખવો નહીં, રિલેક્સ રહેવું.’
‘ઓ.કે. ઈન્ટરવ્યૂ બદલ આભાર. નીરવભાઈ, બાય !’
‘બાય ! બાય !’

Good satire Kalpanaben. Congrats.
ReplyDeleteSorry, Pallaviben
ReplyDeleteસરસ કટાક્ષ. પરીક્ષાપધ્ધતિમાં કોણ કોણ ભાગ ભજવે છે તેનો પર્દાફાશ !
ReplyDeletebest satire and reflection of a class ofclasses
ReplyDeleteધનેશભાઇ,કલ્પનાબેન અને ચંદ્રવદનભાઇ,
ReplyDeleteખુબ ખુબ આભાર!
પલ્લવી.