લેખિકા
વિશે. [પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી - હાસ્યલેખિકા.]
પોતાના
વિશે ‘વખાણવા
લાયક’
અને બીજાના વિશે ‘વખોડવા લાયક’
વાતો કહેવાનું આપણને હંમેશા ગમતું આવ્યું છે. હું મારા વિશે જ વાત કરું તો ‘સંદેશ’ ન્યૂઝપેપરમા હાસ્યલેખો લખવાની હરિફાઇમા મેં ભાગ લીધો. ત્રણ-ચાર
લેખો છપાયા એમા એક્ને પ્રથમ ઇનામ પણ મળ્યું. હાસ્યલેખક શ્રી અશોક દવે ને એમા ‘હ્યુમર-સ્પાર્ક’ દેખાયો. એમણે મારી મુલાકાત ‘સમભાવ’ ના તંત્રી શ્રી ભૂપતભાઇ વડોદરીઆ સાથે કરાવી. અને રવિવારની પૂર્તિમા મારી હાસ્ય કોલમ ‘પત્તાનો મહેલ’ શરુ થઈ. આ ‘પત્તાનો
મહેલ’ લાંબો ટક્યો. અમારા એક વડીલ મિત્ર, પ્રસિધ્ધ
ચિત્રકાર શ્રી ’જય પંચોલીએ આ
લેખોને પુસ્તક્મા પરિવર્તિત કરવાની પ્રેરણા અને મદદ આપી. અને ‘ગૂર્જર’ દ્વારા મારું પ્રથમ પુસ્તક ‘હાસ્યપલ્લવ’ છપાયું. અને
આમ પ્રથમ પુસ્તક ‘હાસ્યપલ્લવ’
દ્વારા મેં હાસ્યક્ષેત્રે પદાર્પણ કર્યું.
મારા પતિ શ્રી જીતેંદ્ર મિસ્ત્રી એ પુસ્તક વાંચીને નોંધ્યું, ‘પલ્લવીના લેખનનો હું [અ] વાચક હતો તે હાસ્યપલ્લવ વાંચ્યા પછી ‘અવાચક’ થઈ ગયો. શ્રી તારક મહેતાએ લખ્યું, ‘લેખો તાજા લાગ્યાં. મજા આવી. સંગ્રહ ઉત્તમ થયો છે,
લેખન ચાલુ રાખવું જોઇએ.’
શ્રી વિનોદ ભટ્ટે કહ્યું, ‘ પ્રથમ પ્રયત્ન ખરેખર સારો છે, વિનોદ ભટ્ટનું પ્રથમ
પુસ્તક પણ આટલું સારું નહોતું.’ શ્રી અશોક દવેએ
જણાવ્યું, ‘ નિરીક્ષણને હાસ્યનું સાધન
બનાવી રોજિંદા બનાવોને હળવો સ્પર્શ આપવામાં શ્રીમતિ પલ્લવી મિસ્ત્રીએ નિપૂણતા
કેળવી છે.’
અત્યાર
સુધીમા મારા સાત પુસ્તકો , ’ગૂર્જર’ દ્વારા પ્રકાશિત
થયા છે. ----
૧૯૯૭ -‘હાસ્યપલ્લવ’, ૧૯૯૯ -‘છે
મજા તો એ જ', ૨૦૦૨ - ‘હાસ્યકળશ
છલકે', ૨૦૧૧ - ‘હાસ્યવસંત’, ૨૦૧૭ -'હાસ્યવર્ષા', ૨૦૧૮ - 'હાસ્ય - હેમંત' અને 'છ બહેનોના સાત ખોટના એક ભાઈ જેવું છ હાસ્યલેખોના પુસ્તકો પછી વાર્તાનું સાતમું પુસ્તક - 'દેવદૂત'. ફક્ત વાચકોની જાણકારી માટે - ’હાસ્યપલ્લવ’ અને ‘હાસ્યવસંત’ બન્નેને સાહિત્ય
અકાદમીનું દ્વિતિય પારિતોષિક પ્રાપ્ત થયું.
‘સમભાવ’ ની ‘હાસ્યપલ્લવ’ કોલમ સિવાય સંદેશ, દિવ્યભાસ્કર, નવચેતન,અખંડાનંદ, જનસત્તા, કુમાર, ચંદન, લેખિની, નવયુગ, ટાઈમ્સ ગુજરાતી, મમતા, ગુજરાત મિત્ર, કિડ્સ ગાર્ડિયન વગેરે સમાચાર પત્રો અને સામાયિકોમા પ્રસંગોપાત મારા લેખો પ્રસિધ્ધ થયા છે. ‘સબરસ ગુજરાતી ડોટ કોમ’ મા મારા હાસ્યલેખ ને ઇનામ મળ્યું. પ્રતિલીપી, માતૃભારતી, સ્પોટલાઈટ, જલસા કરો જેન્તીલાલ, વગેરે વેબસાઈટ પર મારા લેખો અને વાર્તાઓ પ્રકાશિત થયા.
મારા એક વાચક મિત્રે જણાવ્યું કે ‘નવનીત’ની ‘જનરલ નોલેજ’ની બુકમા તમારું નામ જાણીતા હાસ્યલેખકોની સાથે છપાયું છે, ત્યારે મને ખુબ આનંદ થયો. ‘સ્પીક બિન્દાસ’ મા મારો ઈન્ટરવ્યુ’ છપાયો. ઇંગ્લીશ મેગેઝીન ‘ફેમીના’મા મારો ઈન્ટરવ્યુ’ છપાયો. 'પ્રતિલીપી અને રીડગુજરાતી માં પણ મારો ઇન્ટરવ્યુ છપાયો. શ્રી રાધેશ્યામ શર્માએ એમના સંગ્રહમા મારો ઇંટરવ્યુ ‘સાક્ષરજન તો કોને રે કહીએ’ છાપ્યો. ‘ઓલ ઇંડીયા રેડિયો’ પર મારા ૮ હાસ્યલેખો નાટ્ય રુપાંતર રુપે પ્રસારિત થયા.
મારા તમામ વાચકો - વિવેચકો - ચાહકો - પ્રકાશકો અને ઈશ્વરનો અંત:કરણપૂર્વક આભાર !

Warm welcome and heartily congratulations Pallavibahen.
ReplyDeletethank you very much, kalpanaben.
DeleteThis comment has been removed by the author.
ReplyDeletePallaviven, congratulations. You do write very well.
ReplyDeletethank you, Jayshreeben.
Deleteery nice Introduction, Congratulations....welcome in the Gujarati web Blog...Relay hummer spark in the your writing
ReplyDeleteમે આમ જ પ્રગતિ કરતાં રહો અને અમ્ને તમારાં હાસ્યલેખો દ્વારા હસાવતાં રહો એજ અંત્તરની અભિલાષા.
શુભેચ્છક
પ્રવિણ કે. શ્રીમાળી
તંત્રીઃ - યુવારોજગાર
શુભેચ્છા બદલ ખુબ ખુબ આભાર, પ્રવીણભાઇ.
Deleteપલ્લવી.